Search Recipes

પુલાવ ની રેસીપી । ગુજરાતી પુલાવ ની રેસીપી

Unknown | Thursday, October 01, 2015 |
Vegetable Pulav
મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે

ગુજરાતી પુલાવ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે ગુજરાતી કઢી સાથે લંચ દરમિયાન પીરસવામાં આવે છે. આ પુલાવ ડુંગળી લસણ વગર બને છે. ઘી, કાજુ અને કીસમીસ આ પુલાવ ને કુબજ રીચ બનાવે છે. આમાં મીઠા અને તીખા સ્વાદો નો મિશ્રણ છે.

પુલાવ ને આપડે ત્રણ અલગ અલગ રીતે બનાવી શકાય છે. તમે કૂકર માં આ પુલાવ બનાવી શકો છો. 1 કપ ચોખા ને  2 કપ પાણી ઉમેરી ને  3 સીટી સુધી પ્રેશર કૂકર માં થવા દો. અથવા તમે હું જેમ જીરા રાયસ બનવું ચુ એ પ્રકાર થી બનાવી શકો છો . જેમાં હું પેલા વઘાર કરું ને પછી રાયસ ને છુટા ચડવા દવ. હું જયારે તવા પુલાવ કે ગુજરાતી પુલાવ બનવું ત્યારે પ્રથમ વઘાર કરી અને તેમાં રાંધેલા ભાત ઉમેરવું પસંદ કરું છુ.

ગુજરાતી પુલાવ બનાવા માટે ની ટીપ્સ   
  1. હંમેશા સારા સ્વાદ અને દેખાવ માટે, સારા ગુણવત્તા બાસમતી ચોખાનો ઉપયોગ કરવો.
  2. થોડી વાર માટે ચોખા પલાળીને રાખવાના તેથી ચોખા લાંબા અને નરમ બને છે. તે રસોઈ સમય પણ ઘટાડે છે.
  3. તમે કોબીજ, મરચું, મીઠી મકાઈ જેવા અન્ય શાકભાજી ઉમેરી શકો છો
  4. ઘી ઉમેરવાથી પુલાવ રીચ બને છે. તમે ઘી ની બદલે તેલ નો ઉપયોગ કરી શકો છો.
  5. મૈં તૈયાર MDH પુલાવ મસાલા નો ઉપયોગ કર્યો છે. પરંતુ તમને પસંદ હોય તો તમે ઘરે તાજો pulav મસાલા બનાવી શકો છો. તજ લાકડી-1/4 ઇંચ, મરી-1/4 ચમચી, લીલા એલચી-2 ટુકડાઓ, લવિંગ 3 ટુકડાઓ, આ બધાનું એક બરછટ મિશ્રણ બનવાનું, તમારા ઘરમાં તાજો પુલાવ મસાલો તૈયાર છે.

ગુજરાતી પુલાવ બનવાની વિધિ સુરૂ કરીએ

પુલાવ બનાવવા માટે માટે થોડા સૂકા મસાલા જોસે. લવિંગ, તજ લાકડી, જીરું, ખાડી પર્ણ અને કરી પત્તા

વટાણા ની છાલ ઉતારો, ગાજર ને નાના સમારો અને કાજુ ના અડધા ટુકડા કરો

5 મિનિટ માટે વટાણા અને ગાજર ઉકળો. શાકભાજી ને પાણી થી અલગ કરી ને એક બાજુ રાખી દો.

ચોખા 3-4 વખત ધોય અને 30 મિનિટ માટે પલડવા

ચોખા ને છુટ્ટા કૂક કરો

ચોખા કૂક થય જાય એટલે પાણી થી અલગ કરી ને એક બાજુ રાખી દો.

ચોખા ને ઠંડા થવા દો.  

નોન સ્ટિક વાસણ માં ઘી ગરમ કરો

બધા સૂકા મસાલા ઉમેરો અને એક મિનિટ માટે સાતડો

હવે કાજુ અને કિસમિસ ઉમેરો

બાફેલા વટાણા અને ગાજર ઉમેરો

હવે મીઠું અને પુલાવ મસાલા ઉમેરો. મૈં MDH પુલાવ મસાલો વાયપરો છે

બધું મિક્ષ કરો અને એક મિનિટ માટે સાતડો

થોડી થોડી માત્રા માં ભાત ઉમેરો

આસ્તે થી ચોખા ને મિક્ષ કરો, તેથી મસાલા અને ઘી ચોખા પર સારી રીતે કોટ થાય

ગુજરાતી પુલાવ તૈયાર છે, ગરમ ગરમ ગુજરાતી કઢી સાથે પરોસો.

Gujarati Pulav

ગુજરાતી પુલાવ ની રેસીપી

Gujarati Pulav મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે
વ્યંજન: ભારતીય
શ્રેણી: મુખ્ય
પરોસે: 2
લેખક:
તૈયારી નો સમય: રસોઈ સમય: કુલ સમય:

સામગ્રી
  • 2 કપ બાસમતી ચોખા
  • 1/2 કપ લીલા વટાણા
  • 1 ગાજર
  • 1 ખાડી પર્ણ
  • 1/2 ઇંચ તજ લાકડી
  • 2-3 લવિંગ
  • 1 મોટી ચમચી MDH પુલાવ મસાલા (અથવા અન્ય કોઇ બ્રાન્ડ)
  • 1/4 ચમચી જીરું
  • 2 ચમચી કાજુ
  • 2 ચમચી કીસમીસ
  • 1 ચમચી ઘી
  • 1 ચમચી તેલ
  • 3-4 પાંદડા લીંબડો
  • 2 ચમચી ધાણા
  • મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ
  1. પુલાવ બનાવવા માટે માટે થોડા સૂકા મસાલા જોસે. લવિંગ, તજ લાકડી, જીરું, ખાડી પર્ણ અને કરી પત્તા
  2. વટાણા ની છાલ ઉતારો, ગાજર ને નાના સમારો અને કાજુ ના અડધા ટુકડા કરો, 5 મિનિટ માટે વટાણા અને ગાજર ઉકળો. શાકભાજી ને પાણી થી અલગ કરી ને એક બાજુ રાખી દો.
  3. ચોખા 3-4 વખત ધોય ને 30 મિનિટ માટે પલડવા
  4. ચોખા ને છુટ્ટા કૂક કરો, ચોખા કૂક થય જાય એટલે પાણી થી અલગ કરી રાખી દો. ચોખા ને ઠંડા થવા દો
  5. નોન સ્ટિક વાસણ માં ઘી ગરમ કરો
  6. બધા સૂકા મસાલા ઉમેરો અને એક મિનિટ માટે સાતડો
  7. હવે કાજુ અને કિસમિસ ઉમેરો
  8. બાફેલા વટાણા અને ગાજર ઉમેરો
  9. હવે મીઠું અને પુલાવ મસાલા ઉમેરો. મૈં MDH પુલાવ મસાલો વાયપરો છે
  10. બધું મિક્ષ કરો ને એક મિનિટ માટે સાતડો
  11. થોડી થોડી માત્રા માં ભાત ઉમેરો, થોડી થોડી માત્રા માં ભાત ઉમેરો
  12. ગુજરાતી પુલાવ તૈયાર, ગરમ ગરમ ગુજરાતી કઢી સાથે પરોસો.
 
Gujarati Pulav

અન્ય ગુજરાતી વાનગી જુવો  પળ વાળી રોતી , મેથી થેપલા , તીખા ગાઠીયા , ફરસી પૂરી 

No comments:

Post a Comment